કેસ્ટનર-કેલનર સેલ દ્વારા સોડિયમ હાઇડ્રોક્સાઇડનું ઔદ્યોગિક ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે તે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સોડિયમ હાઇડ્રોક્સાઇડનું વ્યાપારી ઉત્પાદન કેસ્ટનર-કેલનર સેલમાં બ્રાઇન ($NaCl$ નું દ્રાવણ) ના વિદ્યુતવિભાજન દ્વારા કરવામાં આવે છે. જેમાં મર્ક્યુરી કેથોડ અને કાર્બન એનોડનો ઉપયોગ થાય છે.
કેથોડ પર,સોડિયમ આયનોનું રિડક્શન થઈ સોડિયમ ધાતુ બને છે,જે મર્ક્યુરીમાં ઓગળીને સોડિયમ એમાલગમ $(Na-Hg)$ બનાવે છે:
$Na^{+} + e^{-} \xrightarrow{Hg} Na-Hg$
એનોડ પર,ક્લોરાઇડ આયનોનું ઓક્સિડેશન થઈ ક્લોરિન વાયુ મુક્ત થાય છે:
$Cl^{-} \rightarrow \frac{1}{2} Cl_{2} + e^{-}$
ત્યારબાદ સોડિયમ એમાલગમની પાણી સાથે પ્રક્રિયા કરીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મેળવવામાં આવે છે:
$2Na-Hg + 2H_{2}O \rightarrow 2NaOH + 2Hg + H_{2}$
ગુણધર્મો: સોડિયમ હાઇડ્રોક્સાઇડ સફેદ,અર્ધપારદર્શક ઘન પદાર્થ છે જેનું ગલનબિંદુ $591 \ K$ છે. તે પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે અને પ્રબળ બેઝિક દ્રાવણ બનાવે છે. તેના સ્ફટિકો ભેજશોષક છે અને વાતાવરણના $CO_{2}$ સાથે પ્રક્રિયા કરીને $Na_{2}CO_{3}$ બનાવે છે.
ઉપયોગો: $(i)$ સાબુ,કાગળ અને કૃત્રિમ રેશમના ઉત્પાદનમાં,$(ii)$ પેટ્રોલિયમ શુદ્ધિકરણમાં,$(iii)$ બોક્સાઇટના શુદ્ધિકરણમાં,$(iv)$ સુતરાઉ કાપડના મર્સરાઇઝિંગમાં,$(v)$ શુદ્ધ ચરબી અને તેલની તૈયારીમાં,અને $(vi)$ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં વાયુરૂપ નીપજ મુક્ત થતી નથી?

કૉલમ $-I$ ને કૉલમ $-II$ સાથે જોડો :
કૉલમ $-I$ કૉલમ $-II$
$(a)$. સુપર ઓક્સાઇડ $(p)$. $Na_2O_2$
$(b)$. પેરોક્સાઇડ $(q)$. $CO_2$
$(c)$. ડાયોક્સાઇડ $(r)$. $C_3O_2$
$(d)$. સબ ઓક્સાઇડ $(s)$. $CsO_2$

આલ્કલી ધાતુઓ .........

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં વાયુરૂપ નીપજ મુક્ત થતી નથી?

આલ્કલી ધાતુઓની ઘનતાનો સાચો ક્રમ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo